અરે ઓ દીનદયાળા, પરમકૃપાળા, મારા અંતર્યામી વહાલા
અરે ઓ દીનજનોના બેલી, પ્રગટાવો હૈયે હેતની હેલી
અરે ઓ જગના પાલનહારા, રે મારા અંતર્યામી વહાલા
અરે ઓ તેજપુંજમાં વસનારા, જગના અંધકાર દૂર કરનારા
અરે ઓ મારા પાપપુંજ બાળનારા રે, મારા અંતર્યામી વહાલા
અરે ઓ સાચાને સાચવનારા, પતિતને પાવન કરનારા
અરે ઓ મારું પૂજન સ્વીકારનારા રે, મારા અંતર્યામી વહાલા
અરે ઓ જ્ઞાનની ધારા પ્રગટાવનારા, પ્રેમની ધારા વહેવડાવનારા
અરે ઓ મારા શ્વાસોશ્વાસમાં વસનારા રે, મારા અંતર્યામી વહાલા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)