કરતાને કરતા રહ્યાં સહુ જગમાં રે જીવનમાં, મનના ને વિકારોના ઉપાડા
કોણ એને રોકી શક્યું, કોણ એને અટકાવી શક્યું, કોણ એને બદલી શક્યું
ચિંતાઓને ચિંતાઓમાં ગયા બની જીવતા હાડપીંજર જગમાં, કોણ એમાં પ્રાણ પૂરી શક્યું
વિચારોને વિચારો રહ્યાં કરતા ધમપછાડા, વધી ના શક્યા આગળ એમાં તો જીવનમાં
નીતનવા નર્તન માયાએ ઊભા કર્યા, જીવનમાં તણાયા વિના એમાં ના રહ્યાં
હતા કર્મો તો કારણ જીવનમાં બધી ઉપાધિના, ના કોઈ એને તો સુધારી શક્યું
ભાગ્ય વિનાના નર રાંકડા, જીવનમાં ભાગ્યમાં કોણ પ્રાણ પૂરી શક્યું
સમજણના સૂરોમાંથી વહે જ્યાં સૂરો બેજવાબદારીના, અચરજમાં નાખ્યા વિના ના રહ્યું
ગમતું કે ના ગમતું, રહ્યું છે બનતું ને બનતું બધું જગમાં, પડયું છે એને ચલાવવું
કર્યા કર્મો જેવા, આવ્યા પરિણામો એના એવા, કોણ એને સહન કરી શક્યું
નાદાનિયત ભરી કોશિશોમાં રાચી રહ્યાં, પરિણામ ધાર્યા ના મળ્યા, કોણ એ સમજી શક્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)