છું અંધ હું માયામાં તારી રે પ્રભુ, પકડી હાથ મારો, જગમાં ચલાવજે
ના તરી શકું હું આ ભવસાગરમાં, આ ભવસાગર તો તું તરાવજે
છે લથડતાં તો જગમાં પગલાં મારાં, સ્થિર એને તો રખાવજે
ખાડા-ટેકરા, કાંટા-કાંકરામાંથી, પ્રભુ મને તું સદા બચાવજે
નથી જોઈ કદી રાહ તો તારી, તારી રાહે મને તો ચલાવજે
અંતરબાહ્ય બધાં તોફાનોમાંથી, પ્રભુ મને તો બચાવજે
છું અલ્પબુદ્ધિ એવો હું તો, બુદ્ધિ સાચી મને આપજે
આ ભવસાગરમાં છે એક તારો સહારો, સહારો તારો આપજે
સાચું-ખોટું જગમાં તો કાંઈ ન જાણું, સાચી સમજ આપજે
જુદાઈ તો વેઠી છે તારી, હવે જુદાઈ તો ના આપજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)