પ્રભુના ગુણ ગાતાં-ગાતાં, તું પ્રભુનો તો થા
પ્રભુનો થાવા જગમાં, જગમાં સહુનો તો તું થાતો જા
છે પ્રભુનાં સંતાન તો સહુ, છે પ્રભુને તો સહુથી પ્યાર
હૈયે સહુ કાજે રાખજે તો તું, રાખજે એકસરખો પ્યાર
ના રાખ્યો કે ના રાખે, પ્રભુ કદી કોઈથી ભેદભાવ
હૈયેથી તારા તું ભી દેજે મિટાવી, હોયે જો ભેદભાવ
ના હડસેલ્યા પ્રભુએ કદી કોઈને, ભલે હોયે પાપનો ભંડાર
ના રાખજે હૈયે તું ભી ઘૃણા, છે જગમાં એવા અપાર
જોયા ના દોષ પ્રભુએ તો તારા, જોજે ના દોષ તું અન્યના
આવકાર્યા એણે તો સહુને, દેજે સહુને હૈયેથી તું આવકાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)