તમારા પ્રેમના પરિધમાં, પ્રવેશવા અમને ક્યારે દેશો, અમને ક્યારે દેશો
રાખ્યા અને રહ્યાં ભલે અમને દૂરને દૂર,હવે અંતરમાં તમારા પ્રવેશ ક્યારે દેશો
પ્રવેશવું પ્રેમના પરિધમાં જ્યાં તમારા, રસતરબોળ કર્યા વિનાના અમને તમે રહેવા દેશો
જોઈતા નથી પ્રવેશ જગમાં અમને બીજે, તમારા પ્રેમના જ પરિધમાં પ્રવેશવા અમને દેશો
પાળશું શરતો બધી અમે તમારી, નજર તમારી અમારા ઉપરથી ક્યારેય હટાવી ના લેશો
તમારા અમૂલ્ય પ્રેમના રસમાં, જીવનમાં સદા અમને મસ્ત ને વ્યસ્ત તો રહેવા દેશો
દુઃખ દર્દની દીવાલો અમારી જાશે એમાં તો તૂટી, તમારા એ પ્રેમને અમારા હૈયાં સુધી પહોંચવા દેશો
જાશે કરતી પવિત્ર હરેક એ ધારાને, જીવનમાં અમારા હરેક ધારામાં પ્રવેશવા એને દેશો
ધારાએ ધારાએ થાશે પવિત્ર હૈયું અમારું, હૈયાં અમારા પવિત્ર એમાં થાવા દેશો
જળમાં જળ જાશે જ્યાં ભળી, પ્રેમના તમારા એ પવિત્ર જળથી વિખૂટા ના પડવા દેશો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)