હૈયાંનો એક તાર મારો પ્રભુ, તારા તાર સાથે જ્યાં મળી જાય
જીવનનો રંગ, મારા હૈયાંનો રે રંગ, ત્યાં તો પલટાઈ જાય
મળી ગયો તાર જીવનમા તો જ્યાં, મારા ભવોભવને કિનારો મળી જાય
તારે તારે હૈયાંના તાર જ્યાં ઝણઝણી જાય, ત્યાં તારા તાર ઝણઝણી જાય
પ્રેમ ઝંખતા મારા હૈયાંને, ત્યારે જીવનમાં તો, કિનારો તો સાચો મળી જાય
જોડાય જ્યાં પ્રભુના તાર સાથે હૈયાંના તાર, તાર દુર્ભાગ્યના ત્યાં તૂટી જાય
જોડાયા જ્યાં તાર પ્રભુના તાર સાથે જીવનમાં, તાર માયાના ત્યાં તો તૂટી જાય
જોડાયા તાર પ્રભુ સાથે જ્યાં સાચા, દુઃખ દર્દના સ્થાન ત્યાં તો હટી જાય
જોડાયા જ્યાં સાચા પ્રભુ સાથે તાર તો જ્યાં, જવાબદારી બધી એની બની જાય
જ્યાં પ્રભુ તો બની ગયા આપણા ને આપણા, જીવનમાં ત્યાં બાકી શું રહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)