Hymn No. 2317 | Date: 01-Mar-1990
|
|
Text Size |
 |
 |
પ્રભુ તારા વિના રે જગમાં મારું કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી રહ્યા છે વ્યસ્ત સહુ પોતાની મસ્તીમાં, ગણું કોને મારું સમજાતું નથી કદી લાગે વ્હાલા, કદી પ્યારા, બને ક્યારે ન્યારા, એ સમજાતું નથી છે સહુ પોતાના વિચારો ને ભાવોનાં તોફાનોમાં, અથડાતા એમાં તો વાર નથી કદી પાસે, કદી સાથે, પડશે ક્યારે, કેમ તનને મનથી જુદા કહેવાતું નથી લાગે પોતાના પણ જુદા ને જુદા, સમજવું કોને એમાં મારા, સમજાતું નથી ઇચ્છાઓ ને ધ્યેયો રહે તો જુદાં, એક એ થઈ શકતાં નથી, થઈ શકતાં નથી પ્રભુ તને પામવાના રસ્તા રહ્યા જુદા, રસ્તા એક રહ્યા નથી, રહ્યા નથી વિચારો, ભાવો ને મન નથી રહ્યાં જ્યાં મારાં, દોષ બીજાના જોવા નથી, જોવા નથી હતો અને રહેશે સદા તું તો મારો, તારા વિના મારું કોઈ નથી, કોઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|