દેજે સજા બીજી બધી રે માડી, પણ પડદામાં તું ના રહેતી, ના રહેતી
છું લાયક કે નહીં, એની ખબર નથી, પણ ચરણમાં સ્થાન દઈ દેજે માડી
જાગે તારા કાજે ભાવો સાચા કે ખોટા, પણ સ્વીકાર્યા વિના ના રહેતી, ના રહેતી
છે જગમાં સહુ સંતાન તો તારાં, પણ સંતાન ગણવું મને તું ના ભૂલતી, ના ભૂલતી
જાગે છે યાદ હૈયે જગમાં સહુની, પણ યાદ તારી તો ના ભુલાવતી, ના ભુલાવતી
કરાવ્યાં છે બંધ દ્વાર માયાએ તારાં, પણ દ્વાર તારાં બંધ તું ના કરતી, ના કરતી
રહી છે જોતી તું તો સદાય અમને, પણ દર્શન તારાં આપવાં ના ભૂલતી, ના ભૂલતી
થાતું રહ્યું છે જગમાં તારું ધાર્યું, પણ એક વખત અમારું ધાર્યું કરવું ના ભૂલતી, ના ભૂલતી
થાતો નથી સહન હવે વિયોગ તારો, પણ વિયોગમાં હવે તું ના રહેતી, ના રહેતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)