રાખી કંઈક આશાઓ, મોકલ્યા માનવને તેં તો જગમાં - રે પ્રભુ
નિરાશા વિના, માનવે બીજું તને તો શું ધર્યું
દીધી બુદ્ધિ, એને સમજવા તો એને અને તને - રે પ્રભુ
તારી માયામાં અટવાઈ રહ્યા વિના, બીજું એણે તો શું કર્યું
હર હાલતમાં રક્ષા કરી તેં એની, રહ્યો કરતો રક્ષા તો સદાય - રે પ્રભુ
ગયો ભૂલી માનવો ઉપકાર તો તારો, બીજું એણે તો શું કર્યું
કરતી રહી યાદ સદા એને તું, એને યાદ સદા તું કરતો રહ્યો - રે પ્રભુ
યાદ તારી કરતો ગયો ભૂલી, માયાને યાદ કર્યા વિના, બીજું એણે શું કર્યું
જોતો રહ્યો રાહ યુગોથી, એની રાહ તો તું જોતો રહ્યો - રે પ્રભુ
રાહ તને જોવડાવ્યા વિના, બીજું એણે તો શું કર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)