Hymn No. 2320 | Date: 01-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-01
1990-03-01
1990-03-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14809
કોઈ ઊંડે ઊંડેથી સાદ આવી જાય છે, `મા' યાદ તારી ત્યાં આવી જાય છે
કોઈ ઊંડે ઊંડેથી સાદ આવી જાય છે, `મા' યાદ તારી ત્યાં આવી જાય છે અંતર કોલાહલમાં એ ખોવાઈ જાય છે, ફરી ફરી પાછો એ તો જાગી જાય છે સાદે સાદે મન મારું ખોવાઈ જાય છે, ચાલ એની ત્યાં એ તો ભૂલી જાય છે નીકળતા તારા સાદના, મુખડાનાં કરવા દર્શન, ઝંખના તો જાગી જાય છે કદી સાચો છે કે ખોટો, ભ્રમણા હૈયામાં તો એવી જાગી જાય છે સમજવા એને તો કદી કદી, સરતચૂક જીવનમાં તો થઈ જાય છે યુગોથી દે છે સાદ તું તો, ભાગ્ય જ્યાં જાગે ત્યાં એ તો સંભળાય છે સાદ ભી તારો, માયા ભી તારી, એકબીજા એ તો અથડાય છે ઝણઝણી હૈયાના તાર જ્યાં જાય છે, આનંદ આનંદ છવાઈ જાય છે ભાન એમાં જ્યાં ભુલાઈ જાય છે, એકતાનો અનુભવ ત્યાં થઈ જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi unde undethi saad aavi jaay Chhe, `ma 'yada taari Tyam aavi jaay Chhe
antar kolahalamam e khovai jaay Chhe, phari phari pachho e to Jagi jaay Chhe
sade sade mann maaru khovai jaay Chhe, chala eni Tyam e to bhuli jaay Chhe
nikalata taara sadana, mukhadanam karva darshana, jankhana to jaagi jaay che
kadi saacho che ke khoto, bhramana haiya maa to evi jaagi jaay che
samajava ene to kadi kadi, saratachuka jivanamam to thai jamaya e
che yugambaya to bhagey tu to, che
saad bhi taro, maya bhi tari, ekabija e to athadaya che
janajani haiya na taara jya jaay chhe, aanand ananda chhavai jaay che
bhaan ema jya bhulai jaay chhe, ekatano anubhava tya thai jaay che
|