તારામાં એવું તો મેં શું જોયું રે માડી, તારામાં એવું મેં શું જોયું
રહ્યું નથી હવે દિલ હાથમાં મારા, હાથમાં દિલ હવે નથી રહ્યું
ઠર્યું નથી મનડું જગમાં ક્યાંય બીજે, તારામાં મનડું મારું તો ઠર્યું
દૃષ્ટિમાં ના દેખાઈ એવી તું, મારામાં મને તો શું દેખાયું
જ્ઞાન તો જગનાં લાગ્યાં રે ફિક્કાં, તારું જ્ઞાન તો જ્યાં જડ્યું
ચંદ્ર, સૂરજ, તારાનાં તેજ તો જોયાં, તેજ તારું તો છે અનોખું
માયામાં રાચતો સદા આ જીવ, તારી સામે મુખડું કેમ એનું ફર્યું
ભાવભર્યા હતા ભાવ તારા મુખના એવા, હતું ભાવભર્યું તારું મુખડું
રહ્યો સદાય પ્યાર મને તો મુજથી, તુજમાં મેં તો મારું મુખડું જોયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)