1990-03-04
1990-03-04
1990-03-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14817
હતી હૈયામાં સમજણ થોડી, માયાની મદિરા મળી, થઈ હાલત ત્યાં તો બૂરી
હતી હૈયામાં સમજણ થોડી, માયાની મદિરા મળી, થઈ હાલત ત્યાં તો બૂરી
પાપની ખીણ તો હતી ઊંડી, ગયો પગ એમાં લપસી, માગશે મહેનત ઘણી
વિશાળતા સંસારની છે ઘણી, સદ્દવિચારોની નાવ ના મળી, જાશો એમાં તો ડૂબી
રહેશો બે નાવમાં પગ મૂકી, ના રહી શકશો સ્થિર ઊભા, જાશો જળમાં ડૂબી
દ્વિધા હોય હૈયે ઘણી, સદ્દગુરુની કૃપા જો ના મળી, મૂંઝવણ હૈયે રહેશે વધી
હોય ભલે સૂર્યપ્રકાશી, રહે વાદળ એને જો ઘેરી, પ્રકાશ જાશે ત્યાં ડૂબી
ધ્યાન પ્રભુમાં જોડી, ચિત્ત રહે જો ફરી, છે પ્રક્રિયા ધ્યાનની અધૂરી
મારું-મારું હોય હૈયે ભરી, ત્યાગની વાતો કરી, છે વાત તો એ લૂખી
પ્રભુભક્તિમાં બેસી, રહે ચિત્ત જો ફરી, છે ભક્તિ એ તો અધૂરી
https://www.youtube.com/watch?v=Dvub5XKLvJw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હતી હૈયામાં સમજણ થોડી, માયાની મદિરા મળી, થઈ હાલત ત્યાં તો બૂરી
પાપની ખીણ તો હતી ઊંડી, ગયો પગ એમાં લપસી, માગશે મહેનત ઘણી
વિશાળતા સંસારની છે ઘણી, સદ્દવિચારોની નાવ ના મળી, જાશો એમાં તો ડૂબી
રહેશો બે નાવમાં પગ મૂકી, ના રહી શકશો સ્થિર ઊભા, જાશો જળમાં ડૂબી
દ્વિધા હોય હૈયે ઘણી, સદ્દગુરુની કૃપા જો ના મળી, મૂંઝવણ હૈયે રહેશે વધી
હોય ભલે સૂર્યપ્રકાશી, રહે વાદળ એને જો ઘેરી, પ્રકાશ જાશે ત્યાં ડૂબી
ધ્યાન પ્રભુમાં જોડી, ચિત્ત રહે જો ફરી, છે પ્રક્રિયા ધ્યાનની અધૂરી
મારું-મારું હોય હૈયે ભરી, ત્યાગની વાતો કરી, છે વાત તો એ લૂખી
પ્રભુભક્તિમાં બેસી, રહે ચિત્ત જો ફરી, છે ભક્તિ એ તો અધૂરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hatī haiyāmāṁ samajaṇa thōḍī, māyānī madirā malī, thaī hālata tyāṁ tō būrī
pāpanī khīṇa tō hatī ūṁḍī, gayō paga ēmāṁ lapasī, māgaśē mahēnata ghaṇī
viśālatā saṁsāranī chē ghaṇī, saddavicārōnī nāva nā malī, jāśō ēmāṁ tō ḍūbī
rahēśō bē nāvamāṁ paga mūkī, nā rahī śakaśō sthira ūbhā, jāśō jalamāṁ ḍūbī
dvidhā hōya haiyē ghaṇī, saddagurunī kr̥pā jō nā malī, mūṁjhavaṇa haiyē rahēśē vadhī
hōya bhalē sūryaprakāśī, rahē vādala ēnē jō ghērī, prakāśa jāśē tyāṁ ḍūbī
dhyāna prabhumāṁ jōḍī, citta rahē jō pharī, chē prakriyā dhyānanī adhūrī
māruṁ-māruṁ hōya haiyē bharī, tyāganī vātō karī, chē vāta tō ē lūkhī
prabhubhaktimāṁ bēsī, rahē citta jō pharī, chē bhakti ē tō adhūrī
|