Hymn No. 2338 | Date: 09-Mar-1990
|
|
Text Size |
 |
 |
આ જનમ ને પૂર્વજનમનાં કર્મ થકી, દુઃખના ડુંગર તો તૂટી પડયા
Aa Janam Ne Purva Janam Na Karm Thaki, Dukh Na Dungar Toh Tuti Padya
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1990-03-09
1990-03-09
1990-03-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14827
આ જનમ ને પૂર્વજનમનાં કર્મ થકી, દુઃખના ડુંગર તો તૂટી પડયા
આ જનમ ને પૂર્વજનમનાં કર્મ થકી, દુઃખના ડુંગર તો તૂટી પડયા શક્તિ હતી કે ના હતી, સામના એના તો કરવા પડયા થઈ જીત કદી દુઃખની કે સહનશક્તિની, રમત એ તો રચતા રહ્યા અણસમજની સીમા પાર જ્યાં થઈ ચૂકી, દુઃખના ડુંગર ત્યાં તૂટી પડયા આશાના મિનારા રચાતા રહ્યા, તૂટી તૂટીને ખંડેર તો થયા અસંતોષનો અગ્નિ જાગી ઊઠયો, શાંતિના ભોગ તો લેવાઈ ગયા હૈયાની મધુરપ તો હટી, કડવાશના ઘૂંટડા તો લેવાતા રહ્યા અપેક્ષાઓની સીમા ના ઘટી, ત્યાં તો દુઃખના ડુંગર તો તૂટી પડયા સહનશક્તિની સીમા ઘટતી ગઈ, ગેરસમજની સીમા તો વધતી રહી પ્રેમનાં બિંદુ તો સુકાતાં ગયાં, વેરઝેરનાં તાંડવ તો રચાતાં રહ્યાં બિનઆવડત તો છતી થાતી રહી, ક્રોધની જ્વાળા તો ભભૂકતી રહી ભાવની દુનિયા તો ભુંસાતી રહી, લો દુઃખના ડુંગર ત્યાં તૂટી પડયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
a janam ne purvajanamanam karma thaki, duhkh na dungar to tuti padaya
shakti hati ke na hati, samaan ena to karva padaya
thai jita kadi dukh ni ke sahanashaktini, ramata e to rachata rahya
anasamajani padaya ashy paar min tutata thai chuki,
duhara tachata rahya, tuti tutine khandera to thaay
asantoshano agni jaagi uthayo, shantina bhoga to levai gaya
haiyani madhurapa to hati, kadavashana ghuntada to levata rahya
apekshaoni sima na ghati, tya to duhkamhana dungar tutadi
gaya simaha
sahanashaktati bindu to sukatam gayam, verajeranam tandav to rachatam rahyam
binaavadata to chhati thati rahi, krodh ni jvala to bhabhukati rahi
bhavani duniya to bhunsati rahi, lo duhkh na dungar tya tuti padaya
|