Hymn No. 2340 | Date: 12-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-12
1990-03-12
1990-03-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14829
ખારા પાણીની તો ખેતી કરી, ખારાશ વિના, નીપજ એની ના મળી
ખારા પાણીની તો ખેતી કરી, ખારાશ વિના, નીપજ એની ના મળી રસકસ ત્યાં તો ગયો રે હટી, ખારાશ તો ઉપર આવીને તરી વાવી કાંટો, રાખી આશા ફૂલની, વાવેલ કાંટાની અણી ભોંકાતી રહી કડવાશ ઊગી, નીંદામણ ના કરી, કડવાશ તો છવાતી રહી નિત્ય અપમાનની તો ખેતી કરી, અપમાન વિના ઊપજ ના મળી ક્રોધનાં બીની વાવણી કરી, ક્રોધની ધારા ત્યાં તો રહી ફૂટી શંકાના બીજનું વાવેતર કર્યું, શંકાની ઝાડી થઈ ગઈ ત્યાં ઊભી વેરના રોપા ગયા જ્યાં વાવતા, વેરની લણણી તો કરાવવી પડી સમજ્યા વિના તો ખેતી કરી, વણજોઈતો પાક તો થયો ઊભો અજાણતાં પણ વાવ્યું બીજ જેવું, પાક એનો તો ગયો મળી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khara panini to kheti kari, kharasha vina, nipaja eni na mali
rasakasa tya to gayo re hati, kharasha to upar aavine taari
vavi kanto, rakhi aash phulani, vavela kantani ani bhonkati rahi
kadavasha ugi, nindamana apani chani, khadamanasha na
khadamanah toi to kheti kari, apamana veena upaja na mali
krodhanam bini vavani kari, krodh ni dhara tya to rahi phuti
shankana bijanum vavetara karyum, shankani jadi thai gai tya ubhi
verana ropa gaya jya kari vavhetata, verani lanani to
karavito to thayo ubho
ajanatam pan vavyum beej jevum, paka eno to gayo mali
|