Hymn No. 2342 | Date: 13-Mar-1990
|
|
Text Size |
 |
 |
હૈયું ખુશી ખુશીમાં છલકાઈ જાશે, હૈયાના તાર પ્રભુ સાથે જ્યાં જોડાઈ જાશે છે પ્રભુ તો આપણા, છીએ આપણે તો પ્રભુના, વિશ્વાસ જ્યાં આવી રે જાશે છે એ તો કર્તા, જગનિયંતા, જ્યાં સાચું આ તો સમજાઈ જાશે છે એ તો હિતકર્તા, નથી કોઈ વૈરી, વિશ્વાસ હૈયે જ્યાં આ જાગી જાશે છે એ તો પાસે ને પાસે, ને આપણામાં, અનુભૂતિ એની જ્યાં થઈ જાશે છે એ તો શક્તિશાળી, નથી કાંઈ અજાણ્યા, હૈયે ભાવ જ્યાં આ કોરાઈ જાશે છે એ કર્મોના ભોક્તા, કર્મો સમર્પિત તો જ્યાં એને રે થઈ જાશે છે નિરાકાર, સાકાર બની વ્યાપ્યા છે, હૈયે જ્યાં આ ઘૂંટાઈ જાશે છે એ તારા, છે એ સહુના, ભેદભાવ હૈયાના જ્યાં મટી રે જાશે છે આનંદસાગર એ તો, એક વાર ડૂબકી એમાં તો મારી રે જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|