Hymn No. 2344 | Date: 14-Mar-1990
|
|
Text Size |
 |
 |
તમને મુબારક હો, તમારી રે રાહો, અમારી રાહે તો, અમને ચાલવા દો ચાલ્યા છીએ તો સમજીને રાહ પર, કાં પસ્તાવા દો, કાં પહોંચવા તો દો પડે ચાલવું રાહ પર જો કોઈના અનુભવ, અમને અનુભવે એનો તો લેવા દો નથી અનુભવ તમને આ રાહનો, તમારી રાહનો અનુભવ શા કામનો છે રાહો તો જ્યાં જુદી, અનુભવ જુદો, જુદો તો રહેવાનો એક રાહનો અનુભવ, બીજી રાહ માટે તો કામ નથી લાગવાનો વિચારો છે જુદા, અનુભવો જુદા, ભાવે ભાવે તો એ બદલાવાનો તમારી રાહ ભી છે સાચી, અમારી ભી સાચી, છે સવાલ સમન્વય સાધવાનો તમારે પ્રભુ પાસે છે પહોંચવું, અમારું સ્થાન ભી એ છે, ભેદ લક્ષ્યમાં નથી રહેવાનો કહેશો તમે જ્ઞાન સાચું, કહેશું અમે ભક્તિ સાચી, છે ઇરાદો આખર એને પામવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|