ખોલી છીપ, નીકળ્યાં ત્યાં તો મોતી, ખોલ્યું હૈયું માનવનું, લોહી ગયું વહી
મૃગકસ્તુરીની નાભિમાંથી રહી કસ્તુરી મહેકી, માનવ હૈયે વેર ગયું ઝબકી
મદમસ્ત હાથીમાંથી ગજમોતી મળે, માનવમસ્તકમાં રહે ક્રોધ ભભૂકી
દે છે હરણ શિંગડાં એનાં શોભા કાજે, માનવ દે અન્યને શિંગડે ભરાવી
ધરતીની ખારાશ સાગરે હૈયે સમાવી, દે છે માનવ હૈયાં અન્યનાં ખારાં બનાવી
વિકરાળ પશુમાં પણ, વાત્સલ્ય આવે તો સદા રે મળી
માનવ હૈયું લાભે-લોભે, જાય વાત્સલ્ય ભી તો વિસારી
સાગરે હૈયું જળથી ભર્યું એવું, થાયે ના એ જળથી ખાલી
અવકાશે ફેલાવી વિશાળતા એવી, દીધું બ્રહ્માંડ એમાં સમાવી
માનવ ભરી દે તું હૈયું પ્યારના સાગરથી એવું, થાયે ના ખાલી
કેળવજે વિશાળતા હૈયામાં એવી, જાય બધું તો એમાં સમાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)