છે દિલ તો મારું સીધું ને સાદું, દિલથી પ્રભુ તને તો સ્વીકારું
છે બુદ્ધિ અડિયલ એવી તો મારી, માગે પુરાવો તારો, ક્યાંથી એ હું લાવું
લડત મારી બુદ્ધિની ને દિલની તો છે ચાલુ, સ્વીકારે એક, નકારે બીજું, એમાં તો હું મૂંઝાઉં
કાઢે બુદ્ધિ પાણીમાંથી તો પોદા, દિલ તો ચાહે, એને તો હટાવું
કરી બેસે પ્રભુ કદી તો તું એવું, રહી જાયે છે દિલ તો જોતું-જોતું
ચાહે દિલ તો ભાવથી ભીંજાવું, ચાહે બુદ્ધિ એને તો હું ચકાશું
ભર્યું દિલ તમારા પ્યારથી જ્યાં મારું, રહ્યું દિલ એમાં ને એમાં ગૂંથાયું
જોયું જે દર્શન તો દિલે, બુદ્ધિએ તો ના સ્વીકાર્યું, ના સ્વીકાર્યું
રહી ભટકતી, ભટકતી જ્યાં બુદ્ધિ, હારી ત્યાં એણે તો સ્વીકાર્યું
થઈ ગયું દિલ તો રાજી, પ્રભુનાં દર્શન ત્યાં એ તો પામ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)