છું પતંગ હું તો તારો, છે દોર પ્રભુ એનો હાથમાં તો તારો
જીવન આકાશે ચગાવ્યો એને, દોર હવે એનો તો સંભાળો
રહ્યો છે પવન તો ખૂબ ફૂંકાતો, પતંગ આડોઅવળો તો જાતો
સ્થિર એને હવે તો રાખો, છે દોર પ્રભુ એનો તો હાથમાં તારો
કદી જાયે ઉપર, ખાયે કદી ગુંલાંટ, છે એની મોજમાં ઊડવાનો
નથી સમજ એને ક્યારે પડવાનો કે કપાવાનો, છે દોર પ્રભુ એનો તો હાથમાં તારો
છે માંદગીએ એ ફાટવાનો, છે ડર, મરણે તો એ કપાવાનો
અનેક પતંગ સાથે ટકરાવાનો, છે દોર પ્રભુ એનો તો હાથમાં તારો
કાપ્યા પતંગ એણે અનેક, ગયો ભૂલી, એક દિન એ પણ કપાવાનો
સમજ નથી એને આ તો, છે દોર તો પ્રભુ એનો તો હાથમાં તારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)