જોઈ રહ્યો છે રાહ તો કિનારો, લાંગરે નાવ ક્યારે એના કિનારે
જોઈ કંઈક નાવ ક્ષિતિજે ડૂબતા, જોઈ કંઈક ડૂબતા પહોંચતા એના કિનારે
લાવ્યો સંદેશો મોજાં કંઈકના, મોકલ્યા સંદેશા એણે કંઈકને
કોઈ ના સમજ્યા સંદેશા એના, જોઈ રહ્યો રાહ તો કિનારો
તોફાને તો ડોલતી નાવો, જોવે ઊછળતી નાવો, જોઈ રહ્યો કિનારો
છે મગરમચ્છ તો મોટા, ટાંપી રહ્યા ઉથલાવવા નાવને તો સદાય
ડૂબતી રહી સહુ નાવો મધદરિયે, પહોંચે ના એ તો કિનારે
અધૂરામાં પૂરું, ઘેરાયે અંધકારે, સૂઝે ના ત્યાં તો દિશાઓ
કૃપા તો જ્યાં જાગે, પહોંચી જાયે ઊછળતી, એ તો કિનારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)