છો શરણમાં પ્રભુના તો તમે, અન્યના શરણની તો શી જરૂર છે
જે નહીં કરી શકે જો પ્રભુ, અન્ય ભી તો એ નહીં કરી શકે
કરતા નથી અપમાન કોઈનું તો પ્રભુ, તું શાને કરતો ફરે છે
કર્તા-કરાવતા તો છે રે પ્રભુ, તું નિમિત્ત બન્યાનું અભિમાન શાને ધરે છે
છે લાયક કે નથી, એની બધી એને તો ખબર છે
ફૂંકી બણગાં લાયકાતનાં, તારી જાતને તું શાને ઠગે છે
લાભે લોભે પ્રભુ કાંઈ નહીં કરે, શાને લાભ એને તું બતાવે છે
નહીં ઠગાય એ તારી વાણીથી, કોશિશ ખોટી એવી શાને કરે છે
જાણે છે કે નહીં વિધિ તું બધી, ફિકર એની શાને કરે છે
ભાવ હશે જો સાચા તારા, પ્રભુને સદાય એ તો પહોંચે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)