Hymn No. 2388 | Date: 03-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-03
1990-04-03
1990-04-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14877
જોજે બને ના એ તો વેરાન, જોજે બને ના એ તો વેરાન
જોજે બને ના એ તો વેરાન, જોજે બને ના એ તો વેરાન પાઈશ ના જળ તું જો પ્રેમનું, જીવનની હર ક્યારીને - જોજે... રહેશે મળતાં સુખદુઃખનાં કિરણો, રહેશે મળતી એની તેજ ને છાયા - જોજે... સુગંધિત ને સુંદર, પુષ્પો દેજે વાવી બનાવી, ધરતી પ્રેમથી રસાળ - જોજે... કામક્રોધના તાપથી લેજે એને બચાવી, જોજે બનાવી ના દે એને વેરાન - જોજે... રાખજે હર ક્યારી પર નજર તારી, જોજે ઊગતા છોડ જાય ના મૂરઝાય - જોજે... કરશે મન પ્રફુલ્લિત એ તો તારું, બનશે જ્યાં એ તો સુંદર ધામ - જોજે... મન તારું સ્થિર થાવા તો લાગશે, ચાહશે ના જવા એ બીજે ક્યાંય - જોજે બનવા દેશે વેરાન એને જો તું, મળશે ના તને ક્યાંય ઝાડની છાંય - જોજે તારાં ને તારાં, વાવેલાં ઝાડ ને ઝાંખરાં, બનાવી ન નાખે એને વેરાન - જોજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
joje bane na e to verana, joje bane na e to verana
paisha na jal tu jo premanum, jivanani haar kyarine - joje ...
raheshe malta sukhaduhkhanam kirano, raheshe malati eni tej ne chhaya - joje ...
sugandhita ne sundara, pushpo deje vavi banavi, dharati prem thi rasala - joje ...
kamakrodhana taap thi leje ene bachavi, joje banavi na de ene verana - joje ...
rakhaje haar kyari paar najar tari, joje ugata chhoda jaay na murajaya - joje ...
karshe mann praphullita e to tarum, banshe jya e to sundar dhaam - joje ...
mann taaru sthir thava to lagashe, chahashe na java e bije kyaaya - joje
banava deshe verana ene jo tum, malashe na taane kyaaya jadani chhay - joje
taara ne taram, vavelam jada ne jankharam, banavi na nakhe ene verana - joje
|
|