1990-04-04
1990-04-04
1990-04-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14878
છે અનંત તું તો પ્રભુ, અંત તારો તો નથી
છે અનંત તું તો પ્રભુ, અંત તારો તો નથી
કરાવીને મેળાપ તો તારો, લાવ અંત હવે મારો જલદી
`હું'-`હું'માં તો હું રાચી રહ્યો, હું મારો તો મરતો નથી
વળગ્યો છે ગળે એ તો એવો, જલદી એ તો છૂટતો નથી
રહી છે તું તો પાસે ને પાસે, પાસે તોય તું લાગતી નથી
હસ્તી નથી મારા `હું' ની, તોય હું તો મારો મરતો નથી
મળશે જ્યાં હું તો તુજમાં, તું વિના કાંઈ રહેવાનું નથી
ઉત્પાત મચાવે છે હું તો ઘણો, કાબૂમાં લીધા વિના છૂટકો નથી
ઓતપ્રોત બન્યો છે હું તો મુજમાં, હું વિના બીજું સૂઝતું નથી
કૃપા તારી ચાહું છું પ્રભુ, તારી કૃપા વિના એ હટવાનો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē anaṁta tuṁ tō prabhu, aṁta tārō tō nathī
karāvīnē mēlāpa tō tārō, lāva aṁta havē mārō jaladī
`huṁ'-`huṁ'māṁ tō huṁ rācī rahyō, huṁ mārō tō maratō nathī
valagyō chē galē ē tō ēvō, jaladī ē tō chūṭatō nathī
rahī chē tuṁ tō pāsē nē pāsē, pāsē tōya tuṁ lāgatī nathī
hastī nathī mārā `huṁ' nī, tōya huṁ tō mārō maratō nathī
malaśē jyāṁ huṁ tō tujamāṁ, tuṁ vinā kāṁī rahēvānuṁ nathī
utpāta macāvē chē huṁ tō ghaṇō, kābūmāṁ līdhā vinā chūṭakō nathī
ōtaprōta banyō chē huṁ tō mujamāṁ, huṁ vinā bījuṁ sūjhatuṁ nathī
kr̥pā tārī cāhuṁ chuṁ prabhu, tārī kr̥pā vinā ē haṭavānō nathī
|
|