છે મસ્તક તો મારું રે માડી, તારા હવાલે, તારા હવાલે
સુઝાડજે વિચારો સાચા, કર્મો તો એ સારાં કરાવે
જ્ઞાન બધું તો તારું, ભરજે એમાં તો સદાય
લઈ-લઈને પગ તો લઈ જાશે, જગના તો ખૂણે
પણ વિચાર તો મારા, જોજે લઈ જાય તો તારી પાસે
ભાવ હૈયાના તો મારા, સદા શુદ્ધ એને તો રખાવજે
ક્ષતિ લાગે તો જો એમાં, દૂર તરત એને કરાવજે
જોવા નથી રાત કે દિન મારે, જીવવું છે તો તારા સહારે
ખાજે દયા તું તો મારી, માડી મને તો તારો સમજીને
મારી જીવન નાવડી તો, માડી છે એ તો તારા હવાલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)