થાય ઘરડો ભલે વાંદરો, ગુંલાટ એની એ ભૂલતો નથી
દુઃખી થાયે માનવ ભલે, પ્રકૃતિ એની એ છોડતો નથી
દગાખોર તો જીવનમાં, દગો કરવું તો ચૂકતો નથી
વ્યસનીના પગ તો વ્યસન પાછળ, દોડવું ભૂલતા નથી
છે નટખટ પ્રભુ તો, કરવી કસોટી સહુની ચૂકતો નથી
સૂર્ય-ચંદ્રના પ્યારમાં, સાગર ઊછળવું તો ભૂલતો નથી
બડાશખોર તો જીવનમાં, બડાશ હાંકવી તો ચૂકતો નથી
ભક્ત તો પ્રભુના ભાવમાં લીન બની, ભાવમાં ડૂબવું ભૂલતો નથી
ધ્યાની તો પ્રભુના ધ્યાનમાં, મસ્ત રહેવું તો ચૂકતો નથી
આત્મા છે અંશ પરમાત્માનો, પ્રભુમાં ભળ્યા વિના રહેવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)