છે જગમાં જ્યાં સહુ તો ગુનેગાર, દેશે શિક્ષા કોને એ કયા ગુનાની
મળશે ના જગમાં એવું કોઈ ક્યાંય, કર્યો ના હોયે ગુનો એણે જરાય
કર્યો હોયે ગુનો નાનો કે મોટો, છે ગુનો આખર તો એ ગુનો
દો છો શિક્ષા કોઈ ને કોઈ ગુનાની, શિક્ષા એ ભી તો ગુનો બનવાની
દેતા શિક્ષા યાદ ના આવે ખુદના ગુનાની, સજે સ્વાંગ એ તો ન્યાય કરનારનો
આંખ સામે જ્યાં નાચી ઊઠે ખુદના ગુના, ગણશે ના એ ખુદને ગુનેગાર
શિક્ષાથી ન અટક્યા ગુના, સુધર્યા ના જગમાં તો ગુનેગાર
પશ્ચાત્તાપ વિના ના અટકે ગુનો, જોઈએ પશ્ચાત્તાપમાં આંસુ પાડનાર
કર્તાએ ના દીધી શિક્ષા સીધી, છે ભલે એ તો સહુ જાણકાર
કર્મની ગૂંથણી એવી કીધી એણે, મળે શિક્ષા અને બને સમજદાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)