Hymn No. 2398 | Date: 06-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-06
1990-04-06
1990-04-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14887
તું ક્યારે ને કેમ કરશે શું, તું રે પ્રભુ, એ તો કહેવાતું નથી
તું ક્યારે ને કેમ કરશે શું, તું રે પ્રભુ, એ તો કહેવાતું નથી તું વસ્યો છે ક્યાં, ને ક્યાં નથી રે પ્રભુ, એ તો સમજાતું નથી તું શું છે અને શું નથી રે પ્રભુ, એ તો કહેવાતું નથી અદૃશ્ય હાથ તો તારા, કરે મદદ કેવી રીતે, એ તો સમજાતું નથી તેજોમય કહેવાયો છે તું રે પ્રભુ, તેજ તારું તોય નજરે પડતું નથી જ્ઞાનમય છે સદાયે તું રે પ્રભુ, જ્ઞાન તારું જલદી મળતું નથી કર્મનો ભોક્તા રહ્યો છે સદા તો તું, તોય કર્મ સમર્પિત કોઈ કરતું નથી નજર તારી જગમાં તો દેખાયે નહીં, તોય નજર બહાર તારી કોઈ નથી સફળતા, નિષ્ફળતા છે હાથ તો તારે, પ્રાર્થના સીધી કોઈ કરતું નથી મળી જાય જીવનમાં જો તું રે પ્રભુ, છટકવા તને તો દેવાનો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tu kyare ne kem karshe shum, tu re prabhu, e to kahevatum nathi
tu vasyo che kyam, ne kya nathi re prabhu, e to samajatum nathi
tu shu che ane shu nathi re prabhu, e to kahevatum nathi
adrishya haath to madada tara, kevi rite, e to samajatum nathi
tejomaya kahevayo Chhe tu re prabhu, tej Tarum toya najare padatum nathi
jnanamaya Chhe sadaaye tu re prabhu, jnaan Tarum jaladi malatum nathi
karmano Bhokta rahyo Chhe saad to growth, toya karma samarpita koi kartu nathi
Najara taari jag maa to dekhaye nahim, toya najar bahaar taari koi nathi
saphalata, nishphalata che haath to tare, prarthana sidhi koi kartu nathi
mali jaay jivanamam jo tu re prabhu, chhatakava taane to devano nathi
|