ભૂલી ગયા શું રે પ્રભુ, વહાવ્યાં આંસુ વિરહનાં સીતાના કાજે
પડાવી શાને રહ્યાં છો આંસુ, અમને તમારા વિરહનાં તો આજે
ભૂલી ગયા શું પ્રભુ, કર્યું હતું વસ્ત્રહરણ ગોપીઓનું યમુના કાંઠે
કરતા અમારી લાજનું વસ્ત્રહરણ, તમારી ભક્તિમાં અચકાવછો આજે
ચડ્યા હતા તમે શૂળીએ તો પ્રભુ, જગની શાંતિના કાજે
આવી ના શાંતિ તોય જગમાં, ચડતા ના ફરી શૂળીએ અમારા કાજે
ભોંકાયા શૂળ તમારા કર્ણમાં, તોડી ના શકી લીનતા તમારી, મહાવીર કહેવાયા
તોડશો ના તલ્લીનતા અમારી પ્રભુ, ભોંકી શૂળ શબ્દના, એક મહાવીર નથી બનવાના
બની પરશુરામે છેદ્યાં મસ્તક પરશુથી, કંઈક ક્ષત્રિયોના અહંના
અચકાવ છો શાને આજે છેદતા, મસ્તક અમારા અહંના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)