Hymn No. 2401 | Date: 08-Apr-1990
કદી-કદી રે પ્રભુ, જમાવી જાય છે યાદ તારી, સ્થાન તારું મારા વિચારમાં
kadī-kadī rē prabhu, jamāvī jāya chē yāda tārī, sthāna tāruṁ mārā vicāramāṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-04-08
1990-04-08
1990-04-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14890
કદી-કદી રે પ્રભુ, જમાવી જાય છે યાદ તારી, સ્થાન તારું મારા વિચારમાં
કદી-કદી રે પ્રભુ, જમાવી જાય છે યાદ તારી, સ્થાન તારું મારા વિચારમાં
દેવા લાગે છે ત્યાં, હર ધડકન હૈયાની, સાક્ષી એની તો પ્યારમાં
દૃષ્ટિ-દૃષ્ટિએ તો રહે છે સરતી, મૂર્તિ તારી મુજમાં ને આકાશમાં
રહેતું નથી સ્થાન સુખદુઃખનું, હટે ના સ્થાન તારું જ્યાં વિચારમાં
ભુલાયું જ્યાં તનડું ને મનડું, આવ્યો ત્યાં તું મારી દૃષ્ટિમાં ને હૈયામાં
વાસ્તવિકતા વ્યવહારની તો છૂટી, લોભ-મોહની દોર ત્યાં તો તૂટી
રોમે-રોમે આનંદની ફોરમ ફૂટી, ઊછળી ગયું હૈયું તો ત્યાં આનંદમાં
શું કરું, શું ના કરું, સમજ જાય બધી ખૂટી, રહ્યું મનડું તો આનંદ લૂંટી
ભાવો રહ્યા એવા તો ઊછળી, નાખ્યા મનને, તનને તુજ ચરણમાં ઢાળી
પ્રેમાળ હસ્ત ગયો તારો ગયો જ્યાં ફરી, હતી એ તો જીવનની ધન્ય ઘડી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kadī-kadī rē prabhu, jamāvī jāya chē yāda tārī, sthāna tāruṁ mārā vicāramāṁ
dēvā lāgē chē tyāṁ, hara dhaḍakana haiyānī, sākṣī ēnī tō pyāramāṁ
dr̥ṣṭi-dr̥ṣṭiē tō rahē chē saratī, mūrti tārī mujamāṁ nē ākāśamāṁ
rahētuṁ nathī sthāna sukhaduḥkhanuṁ, haṭē nā sthāna tāruṁ jyāṁ vicāramāṁ
bhulāyuṁ jyāṁ tanaḍuṁ nē manaḍuṁ, āvyō tyāṁ tuṁ mārī dr̥ṣṭimāṁ nē haiyāmāṁ
vāstavikatā vyavahāranī tō chūṭī, lōbha-mōhanī dōra tyāṁ tō tūṭī
rōmē-rōmē ānaṁdanī phōrama phūṭī, ūchalī gayuṁ haiyuṁ tō tyāṁ ānaṁdamāṁ
śuṁ karuṁ, śuṁ nā karuṁ, samaja jāya badhī khūṭī, rahyuṁ manaḍuṁ tō ānaṁda lūṁṭī
bhāvō rahyā ēvā tō ūchalī, nākhyā mananē, tananē tuja caraṇamāṁ ḍhālī
prēmāla hasta gayō tārō gayō jyāṁ pharī, hatī ē tō jīvananī dhanya ghaḍī
|