ઘડાયા ઘાટ ભલે માટીના સાચા, પકાવ્યા વિના રહે એ કાચા ને કાચા
શોભાવો ભલે ચિતરામણથી તો એને, ટકરાતા તો એ નંદવાઈ જવાના
પકવ્યા પછી પણ સમય તો પાકતા, એ ભી તો તૂટી જવાના
થાયે અને કરજો ઉપયોગ એનો, જ્યાં સુધી હાથમાં એ રહેવાના
ઘાટે-ઘાટે અનેક રૂપે એ તો દેખાયા, માટીરૂપે તો એક જ રહેવાના
નંદવાયા, તૂટ્યા કે તોડ્યા, પાછા એ તો માટીમાં મળી જવાના
ઘાટે-ઘાટે તો થયા ઉપયોગ તો જુદા, જુદા ને જુદા એ તો દેખાયા
છૂટ્યા જ્યાં ઘાટ તો એના, અવકાશ અંદરના ને બહારના ભૂંસાયા
કદી પરબરૂપ પાણી એણે પાયાં, કદી સાક્ષીરૂપે ચોરીમાં રખાયા
તૂટ્યા એ તૂટ્યા, અફસોસ એના ના પોસાયા, ઘાટ પાછા જ્યાં ઘડાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)