ચાહે છે રે ચાહે છે, જગમાં સહુ કોઈ શાંતિ તો ચાહે છે
શું નાના કે મોટા, શું રાય કે રંક, ઇચ્છા આ તો ધરાવે છે
ચાલે છે સહુ તો પોતાની રાહ પર, સાચી જેવી જેને જે લાગે છે
લીધી કોઈએ તો રાહ લક્ષ્મીની, અશાંતિ ભલે એ તો લાવે છે
ચાલ્યું તો કોઈ ધ્યાનની રાહે, મુશ્કેલ ભલે એ તો લાગે છે
ચાલ્યું તો કોઈ સત્તાની રાહે, અહં ભલે એ તો વધારે છે
પકડી કંઈકે તો ભક્તિની રાહો, ભાવ ભલે એ તો માગે છે
અપનાવી કંઈકે તો સેવાની રાહો, સંકટ ભલે એમાં તો આવે છે
પકડી કંઈકે પૂજન-અર્ચનની રાહો, નિયમિતતા ભલે એ માગે છે
કોઈએ પકડી નામ-જપની રાહો, સ્થિરતા મનની એ તો માગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)