જાણીએ છીએ, આવશે ક્યારે ને ક્યારે તો જીવનમાં
લાગશે તોય, જીવનમાં વસમી તો વિદાયની રે વેળા
અટકાવી ના એ તો અટકાવાશે, બદલી ના બદલાશે રે જીવનમાં
વહાલના તાંતણાએ દીધા છે બાંધી, વિદાયની વેળા હૈયે ઉઠાવશે આંધી
જીવનમાં તો વિદાય પછી, છે મળવાની કોઈ ને કોઈ તો આશા
થયા વિદાય જગમાંથી, ના પડશે ખબર, મળશું કે નહીં કેવી રીતે કયા સંજોગોમાં
મેળાપ જીવનમાં નથી કાયમ રહેવાના, એક દિન છૂટા તો પડવાના
ટક્યો નથી વિરહ જ્યાં પ્રભુનો, વિરહ બીજા તો ક્યાંથી ટકવાના
ડર તો છે જ્યાં જગ છોડવાનો, છે શંકા તો અન્ય જીવનની હૈયામાં
મેળાપ તો છે પ્રભુનો એક જ સાચો, મળ્યા પછી છૂટા નથી પડવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)