છે સુખનું સાધન એક જ સાચું, રે જપો, નમો અરિહંતાણં (3)
પ્રેમમાં થઈને પાવન, સદાય જપજો રે જપો, નમો અરિહંતાણં (3)
ચિત્તશુદ્ધિ કાજે, સર્વથા તો જપજો રે જપો, નમો અરિહંતાણં (3)
હૈયે ભાવ ભરીને, સદાય જપજો રે જપો, નમો અરિહંતાણં (3)
મેળવવા જીવનમાં સાચી શાંતિ, જપજો રે જપો, નમો અરિહંતાણં (3)
છે જીવનનું એ તો સાચું ભાથું, જપજો રે જપો, નમો અરિહંતાણં (3)
નથી એના જેવું બીજું રે પાકું, જપજો રે જપો, નમો અરિહંતાણં (3)
છે પાવન પગથિયું, પુણ્ય પાથરતું, જપજો રે જપો, નમો અરિહંતાણં (3)
છે મુક્તિ સુધી પહોંચાડનારું એ, રે જપજો રે જપો, નમો અરિહંતાણં (3)
અરિહંત પદની કરે એ તો લહાણી રે, જપજો રે જપો, નમો અરિહંતાણં (3)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)