1984-02-01
1984-02-01
1984-02-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1490
હું અને તું મટ્યું, ત્યાં સૃષ્ટિ રહેતી નથી
હું અને તું મટ્યું, ત્યાં સૃષ્ટિ રહેતી નથી
જ્ઞાન આ લાધ્યું, પણ એ ટકતું નથી
તારી માયામાં અટવાઈને ભટકતો રહ્યો છું
તારી કૃપા વિના, બહાર નીકળાતું નથી - હું અને ...
કર્મો કીધાં કંઈક એવાં, આગળ-પાછળ ના જોયું
હવે એ સતાવે મુજને, સહન થાતું નથી - હું અને ...
સુખમાં અભિમાનથી ભાન મુજને ના રહ્યું
દુઃખમાં સ્મરણ કરી હવે વિનવી રહું - હું અને ...
દેજે તું બુદ્ધિ મુજને એવી, સ્મરણ તારું નિત્ય કરું
આ વિનંતી સ્વીકારજે `મા' તું દિલમાં ધરી - હું અને ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હું અને તું મટ્યું, ત્યાં સૃષ્ટિ રહેતી નથી
જ્ઞાન આ લાધ્યું, પણ એ ટકતું નથી
તારી માયામાં અટવાઈને ભટકતો રહ્યો છું
તારી કૃપા વિના, બહાર નીકળાતું નથી - હું અને ...
કર્મો કીધાં કંઈક એવાં, આગળ-પાછળ ના જોયું
હવે એ સતાવે મુજને, સહન થાતું નથી - હું અને ...
સુખમાં અભિમાનથી ભાન મુજને ના રહ્યું
દુઃખમાં સ્મરણ કરી હવે વિનવી રહું - હું અને ...
દેજે તું બુદ્ધિ મુજને એવી, સ્મરણ તારું નિત્ય કરું
આ વિનંતી સ્વીકારજે `મા' તું દિલમાં ધરી - હું અને ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
huṁ anē tuṁ maṭyuṁ, tyāṁ sr̥ṣṭi rahētī nathī
jñāna ā lādhyuṁ, paṇa ē ṭakatuṁ nathī
tārī māyāmāṁ aṭavāīnē bhaṭakatō rahyō chuṁ
tārī kr̥pā vinā, bahāra nīkalātuṁ nathī - huṁ anē ...
karmō kīdhāṁ kaṁīka ēvāṁ, āgala-pāchala nā jōyuṁ
havē ē satāvē mujanē, sahana thātuṁ nathī - huṁ anē ...
sukhamāṁ abhimānathī bhāna mujanē nā rahyuṁ
duḥkhamāṁ smaraṇa karī havē vinavī rahuṁ - huṁ anē ...
dējē tuṁ buddhi mujanē ēvī, smaraṇa tāruṁ nitya karuṁ
ā vinaṁtī svīkārajē `mā' tuṁ dilamāṁ dharī - huṁ anē ...
English Explanation: |
|
When the identification of ‘I’ and ‘You’ disappears, this world ceases to exist.
This knowledge emerges but it doesn't last.
I keep on wandering around, in the maze of this worldly matters.
Without your grace, Divine Mother, I can not come out.
So many Karmas (actions) are done without understanding or checking, and now they are hounding me and I cannot bear its consequences.
In my happiness, I became arrogant and now in my suffering I am chanting your name and requesting you to get me out of this situation.
Please give me right intellect, so I chant your name regularly.
Please accept my earnest request, O Divine Mother, with all your heart.
|
|