Hymn No. 2412 | Date: 12-Apr-1990
|
|
Text Size |
 |
 |
માંડ હિસાબ તારા જીવનનો, કર હિસાબ તું તારા જીવનનો શું મેળવ્યું, શું મેળવતાં શું ખોયું, શું મેળવવું બાકી રહી ગયું આવ્યો જગમાં ખાલી હાથે, ખાલી હાથે જવાનો, ના બદલી આ શકવાનો દોડયો જીવનભર ધન કાજે, થોડું મેળવ્યું, થોડું ગુમાવ્યું, થોડું રહી ગયું ના કાયમ એ તો ટક્યું, સુખદુઃખ જીવનમાં ઊભું કરતું રહ્યું બંધાતા ગયા તાંતણા એના રે એવા, તાંતણે તાંતણે બંધન મજબૂત થયું સ્વાર્થ ભી રહ્યો જાગતો, દિને દિને રૂપ એનું તો બદલાતું રહ્યું પ્યાર એણે જગાવ્યો, પ્યાર તોડયો, ના કાયમ એ ટકાવી શક્યું શાંતિ કાજે જાગે ઇચ્છા, ઇચ્છાપૂર્તિમાં, શાંતિ હણતું ગયું છે હિસાબ અટપટો જીવનનો, સમજણ છતાં, સમજ બહાર રહી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|