નામનામે નિરાળી, હો સિધ્ધઅંબે તું નામનામે નિરાળી
ડાકોરજીમાં વસીને તું રણછોડરાય કહેવાણી - હો ...
દ્વારિકામાં વાસ કરીને `મા' તું દ્વારિકાધીશ તરીકે પૂજાણી - હો ...
અયોધ્યામાં પ્રકટીને `મા' તું રામ તરીકે પૂજાણી - હો ...
કાશીમાં વાસ કરીને `મા' તું વિશ્વેશ્વર કહેવાણી - હો ...
પાવાગઢમાં વાસ કરીને `મા' તું કાળિકા કહેવાણી - હો ...
આરાસુરમાં વસીને `મા' તું અંબિકા તરીકે પૂજાણી - હો ...
શંખલપુરમાં વાસ કરીને `મા' તું બહુચરા કહેવાણી - હો ...
તાંતણિયા ધરામાં વસીને `મા' તું ખોડિયાર તરીકે પૂજાણી - હો ...
ઘર-ઘરમાં વસીને `મા' તું લક્ષ્મી તરીકે પૂજાણી - હો ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)