છે પ્રભુ તુજમાં, છે પ્રભુ સહુમાં, ખ્યાલ સદા આ તો રાખો
આવે જે-જે પાસે તમારી, હૈયેથી સહુને તો અપનાવો
થાયે ભૂલો બીજાની, થાયે ભૂલો ભી તમારી, યાદ સદા આ તો રાખો
ચાહો છો માફી મળે તમને, માફ કરતા અન્યને ના અચકાઓ
ભર્યું છે જ્ઞાન તો જગમાં, મળે ત્યાંથી લેતા ના શરમાઓ
છે અજ્ઞાન ભર્યું જ્યાં ખુદમાં, અન્યના અજ્ઞાનની હાંસી ના ઉડાવો
લાગે જ્યાં ડંખ અન્યના શબ્દનો, ડંખ હૈયેથી અન્યનો હટાવો
મારતા ઘા અન્યને શબ્દના, ખ્યાલ સદા આ તો રાખો
થાતાં નથી સહન અપમાન ખુદનાં, કરતાં અપમાન અન્યનાં અચકાઓ
પ્રેમ ચાહો છો જ્યાં પ્રભુનો, પીવો પ્રેમના પ્યાલા ને પીવરાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)