વીર બનો, વીર બનો, જીવનમાં તમે વીર બનો, વીર બનો
રણસંગ્રામ વચ્ચે ઊભા છો તમે, રણવીર બનો, રણવીર બનો
જીવનમરણ સુધીનો છે સંગ્રામ આ તો, શૂરવીર બનો, શૂરવીર બનો
હર કાર્ય માગે છે જીવનમાં સાહસ તમારું, સાહસવીર બનો, સાહસવીર બનો
જીતવા છે જ્યાં હૈયાં તો જગમાં, પ્રેમવીર બનો, પ્રેમવીર બનો
કર્મ કેરી છે આ ભૂમિ તો, ના છટકાશે, કર્મવીર બનો, કર્મવીર બનો
દીધું છે હાથમાં ધન જ્યાં ખૂબ તમને, દાનવીર બનો, દાનવીર બનો
સંપાદન કરીને સાચું જ્ઞાન તો જગમાં, જ્ઞાનવીર બનો, જ્ઞાનવીર બનો
માગશે જીવન હરપળે ધીરજ તમારી, ધૈર્યવીર બનો, ધૈર્યવીર બનો
ઝઝૂમવા જગમાં હિંસાના તાંડવ સામે, મહાવીર બનો, મહાવીર બનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)