સાંભળતા નથી જ્યાં વાત મારી રે પ્રભુ, સાંભળશે જગમાં કોઈ જરાય
કરશો ઉપેક્ષા વાતની જો તમે રે પ્રભુ, કરશે ઉપેક્ષા જગ એની તો સદાય
કર્મો અમારાં રે પ્રભુ ભલે તું નજરમાં રાખ, પણ દૃષ્ટિ કૃપાની તારી તો નાખ
કરી હશે ભૂલો ઘણી રે જીવનમાં, કદી સમજાણી, કદી ના એ સમજાણી
રહેશે જો ના કાબૂ કર્મો પર અમારો, ભૂલો તો થાતી ને થાતી તો જાય
નથી કાબૂ ભલે કોઈ, બુદ્ધિ પર અમારો, હવે કાબૂમાં તો તું એને રાખ
માનવ તન સુંદર તો તેં કેવું દીધું, વિચારો ભી સુંદર તો આપ
દીધું છે દિલ, દીધી છે યાદ, પ્રભુ યાદો તારી હૈયામાં તો ભરી રાખ
હટે ના યાદ હૈયેથી તો તારી રે પ્રભુ, આશીર્વાદ એવા તો આપ
જાણતો નથી તું ક્યાં છે રે પ્રભુ, સદા તારા હૈયામાં મને તો રાખ
પળભર ભી કરતો ના દૂર તું મને, હૈયે ધરજે તું મારી આ વાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)