પડતા પાસા જીવનમાં તો સીધા, થાકે ના માનવી, કરતાં, ખુદની શક્તિનાં રે વખાણ
હાથ પડતા હેઠા રે જીવનમાં, પડે છે કરવો, પ્રભુની શક્તિનો તો સ્વીકાર
લાગે ના વાર, માનવના જીવનમાં, હૈયે ચડતા અભિમાન તો જરાય
દુઃખના દિવસો અપાવે યાદ વાસ્તવિકતાની, કરો સ્વીકાર કે અસ્વીકાર
ઇચ્છાઓના ઢગ તો જાગે માનવ હૈયામાં, ઘૂમતો રહે જીવનમાં તો સદાય
અપેક્ષાઓ પ્રભુની ભી થઈ નથી પૂરી, છે માનવ આખર તો એનું સંતાન
દઈ દોર કર્મનો માનવના હાથમાં, રહ્યા છે પ્રભુ ભી તો કર્મથી બંધાઈ
ચાહે છે પ્રભુ, કર્મનાં બંધન તોડીને, માનવ આવે એની પાસે તો સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)