સજળ નયને વિનંતી કરતાં, તું કેમ નજર ન આવી `મા'
કાં તો મારા ભાવ છે ખોટા, કાં તું મુજથી રિસાણી `મા'
વિવિધ ભક્તો વિવિધ રૂપે, રહ્યા તને પોકારી
એ સર્વેનાં કામો કરતાં, શું ગઈ છે તું થાકી `મા'
પાપી છું, પ્રપંચી છું, છું સર્વ અવગુણોનો ભંડાર
ભટકી-ભટકી દોડી આવ્યો, આવ્યો તુજ દ્વાર `મા'
અશરણ જાણી શરણું દેજે, ઓ ડીસાવાળી માત
પ્રેમ અમીવર્ષા વરસાવી, નવરાવી દે સિધ્ધમાત `મા'
વિનંતી કરતાં થાકી આંખો, મુજ આંખલડી મીંચાણી
ત્યાં તારું મનહર રૂપ મેં દીઠું, મુજ આંખલડી ભીંજાણી `મા'
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)