Hymn No. 2431 | Date: 17-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-17
1990-04-17
1990-04-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14920
રહેશે રે માનવ તપ તારાં તો અધૂરા, રહેશે મનડાં તારાં ફરતા ને ફરતા
રહેશે રે માનવ તપ તારાં તો અધૂરા, રહેશે મનડાં તારાં ફરતા ને ફરતા માનવ તારું જીવન હશે રે કાચું, ખચકાશે હૈયાતારા, સાચને તો સ્વીકારતાં બુદ્ધિ તારી, ના પહોંચવા દેશે પ્રભુ પાસે, પાડશે ભેદ એ માનવ ને માનવમાં ગણાશે તારી નાદાનિયત, કરશે કોશિશ છુપાવવા પ્રભુથી, ભાવો તારા હૈયાના સાચાખોટાના ભેદ પાડીશ તું ક્યાંથી, હટાવીશ ના પડદા, હૈયેથી તું માયાના વધીશ ના આગળ તું ક્યાંથી, હટાવીશ ના ભેદ તું પ્રભુના નામમાં રાખીશ ના કાબૂમાં તું વાસનાઓ તારી, રહેશે તણાતો જો તું વાસનામાં છોડીશ ના જો તું હૈયેથી, અહંના વળ ને અભિમાનના રે આંટા લોભ-લાલચે રહેશે જો તણાઈ, રાખીશ જીવનમાં દોર એના જો છૂટા ક્રોધ ને ઇર્ષ્યા, છોડયાં ના જીવનમાં, રાખીશ હૈયાં જો એમાં તણાતાં ને તણાતાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raheshe re manav taap taara to adhura, raheshe manadam taara pharata ne pharata
manav taaru jivan hashe re kachum, khachakashe haiyatara, sachane to svikaratam
buddhi tari, na pahonchava deshe prabhu pase, padashe bhed e manav ne manosheata, padashe bhed e manav prabhu pase, padashe bhed khupihas prabanihe
prabanihe prabanihe, kuthupihe prabanihe tam the kutha kahupihea prabanih , bhavo taara haiya na
sachakhotana bhed padisha growth kyanthi, hatavisha na padada, haiyethi growth mayana
vadhisha na Agala growth kyanthi, hatavisha na bhed growth prabhu na namamam
rakhisha na kabu maa growth vasanao tari, raheshe tanato jo tu vasanamam
chhodish na jo tu haiyethi, ahanna vala ne abhimanana re anta
lobha-lalache raheshe jo tanai, rakhisha jivanamam dora ena jo chhuta
krodh ne irshya, chhodayam na jivanamam, rakhisha haiyam jo ema tanatam ne tanatam
|