આજના માનેલા મારા, કાલે એ વેરી થાશે
તારું અને મારું સગપણ કાયમ રહેશે
આવનારા ભાઈબાપા કરશે, આંખે આંસુડાં લાવશે
સ્વાર્થ સધાતાં એ તો એને રસ્તે જાશે
અંધારે ખૂણે મનમાં ખોટા વિચારો કરતો
ત્યાં-ત્યાં બેસી એ પણ તું જાણી લેશે
પળે-પળે શ્વાસે-શ્વાસે મારી ખબર તું રાખતી
મને ખબર ન પડતાં, મારું હિત તું સાધતી
તુજથી રિસાઈને `મા' જ્યાં-જ્યાં હું જાતો
ત્યાં-ત્યાં તારો લાંબો એ હાથ મને પકડી પાડતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)