દેખાઈ ગયા, જોવાઈ ગયા, હૈયાના ભાવો રે મારા
સમજાયું ના, પડ્યા હતા, એ હૈયાના મારા કયા ખૂણામાં
જાગી ગઈ હૈયામાં તો શંકા, છે શું એ મારા ને મારા
પ્રગટ્યા એ ક્યાંથી, જો સંઘર્યા એને તો ના હતા
નિર્માણ હતું શું એનું એવું, કે અચાનક એ જાગી ગયા
બેઠો ગોતવા કારણ એનાં, કારણ ના એનાં જડ્યા
ચોંકી ઊઠ્યો ભાવો જોઈ, ક્યાંથી એ તો પ્રગટ્યા
રહી ના શક્યા સ્થિર એ તો, હતા શું એ તો ખોટા
વિવિધ સંજોગોમાં જાગ્યા, વિવિધ ભાવો, છે શું એ સાચા
સંજોગો ના ટક્યા, ભાવો ના રહ્યા, પાછા ક્યાં છુપાઈ ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)