Hymn No. 2446 | Date: 22-Apr-1990
|
|
Text Size |
 |
 |
હે સિધ્ધમા ભવાની દીનદયાળી, અરજ મારી આ તો સ્વીકારો છું વિકારોનો કીડો, ડૂબી ગયો છું ઊંડો, ઝાલી હાથ મને બહાર કાઢો ખેતર અહંનાં ખેડયાં, ખાતર અભિમાનનાં પૂર્યાં, વાવણી મારી હવે સુધારો લાયક નથી હું થાતો, દયા નથી માંગતો, લાયકાતનો અંશ હવે આપો ઘા કરુણાના વાગી જશે, જીવન સુધરી જશે, પવિત્રતાનાં પારણાં કરાવો અજ્ઞાન અબુધ રહ્યો જીવનભર, પાઈ પ્રેમકટોરા, જીવન સભર બનાવો જાણું નહીં પૂજન સેવા દૂર ભક્તિથી રહ્યો, ભાવ તમારા, મારા હૈયે ભરાવો કૂડકપટ તો મારા જીવનમાં વણાયા, કરી કૃપા તમારી, જીવન મારું સુધારો લોભ-લાલચે તણાઈ, ખોઈ શાંતિ જીવનની, કરી નિર્મળ હૈયું મારું, હૈયે શાંતિ સ્થાપો મુક્તિ માગી મળતી નથી, તૈયારી પૂરી થાતી નથી, હે દયાળુ, મારી તૈયારી પૂરી કરાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|