તારો ભરોસો મને ભારી - હો સિધ્ધઅંબે, તારો …
તારી માયામાં ગયો છું અટવાઈ - હો સિધ્ધઅંબે, તારો ...
વ્યવહારી વાતોમાં ગયો છું લપેટાઈ, હો સિધ્ધઅંબે, તારો ...
દુનિયાદારીથી ગયો છું ફેંકાઈ, હો સિધ્ધઅંબે, તારો ...
સાચા અને ખોટામાં, મતિ ગઈ છે મૂંઝાઈ, હો સિધ્ધઅંબે, તારો ...
તારા પ્રેમમાં ગયો છું રંગાઈ, હો સિધ્ધઅંબે, તારો ...
તારી લીલામાં ગયો છું મોહાઈ, હો સિધ્ધઅંબે, તારો ...
તારા ભાવમાં ગયો છું ભીંજાઈ, હો સિધ્ધઅંબે, તારો ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)