Hymn No. 2452 | Date: 22-Apr-1990
|
|
Text Size |
 |
 |
અલગતાનો અંચળો રે વિભુ, શાને તે ઓઢી લીધો (2)
Alagta No Anchdo Re Vibhu, Shaane Teh Oodhi Lidho
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
અલગતાનો અંચળો રે વિભુ, શાને તે ઓઢી લીધો (2) કર્યો વિચાર તો તેં અમારો રે વિભુ, અંચળો શાને તેં ઓઢી લીધો કરી અમારી ભૂલો પર, આંખમિચામણ રે વિભુ, અંચળો શાને ... નિરાશામાં ઓઢીએ અમે, શું નિરાશ તું થઈ ગયો રે વિભુ, અંચળો શાને... સર્વસત્તાધીશ છે તું, ઉપયોગ સત્તાનો ના કીધો રે વિભુ, અંચળો શાને... છીએ અમે તો તારા, શું અમને ભૂલી રે ગયો રે વિભુ, અંચળો શાને ... કહેવાયો દયાનો સાગર, કરતા દયા ખચકાઈ ગયો રે વિભુ, અંચળો શાને... જોશું જો તને, પહોંચશું તારી પાસે શું ભૂલી ગયો રે મનડું, અંચળો શાને... આવ્યા ભક્તો જ્યારે, ખુલ્લા દિલે દોડી ગયો રે પ્રભુ, અંચળો શાને... રાખી મને તો બાકી, ભેદભાવ આવો કેમ કીધો રે પ્રભુ, અંચળો શાને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|