1990-04-23
1990-04-23
1990-04-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14943
પ્રેમનો છોડ જ્યાં જગ્યો ના જગ્યો, ત્યાં તો એ સુકાઈ ગયો
પ્રેમનો છોડ જ્યાં જગ્યો ના જગ્યો, ત્યાં તો એ સુકાઈ ગયો
મળ્યું ના જળ જ્યાં એને ભાવનું, શંકાના તાપે એ મૂરઝાઈ ગયો
ખાતો ગયો જ્યાં ડર એ એને, વિકાસ એનો ત્યાં અટકી ગયો
તૈયારી ના હતી કોઈ સામનાની, અદીઠ વાયરામાં એ ઝૂકી ગયો
ખીલતો હતો ખૂબ પ્રેમથી એ, જગતાપ ના એ સહન કરી શક્યો
આશાનાં પાંદડાં ફૂટ્યાં ના ફૂટ્યાં, પંખી એને તો ચણી ગયો
અંતરની ઝંખના ગઈ ત્યાં મરી, છૂપું-છૂપું તો એ રડી રહ્યો
હતો છોડ એ તો કુમળો, ના એને એ તો સંભાળી શક્યો
વરસ્યો વરસાદ જ્યાં પ્રભુની કૃપાનો, પાછો એ તો ખીલી ગયો
પવનની લહેરીએ-લહેરીએ, ઝૂમતો એ તો થઈ ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmanō chōḍa jyāṁ jagyō nā jagyō, tyāṁ tō ē sukāī gayō
malyuṁ nā jala jyāṁ ēnē bhāvanuṁ, śaṁkānā tāpē ē mūrajhāī gayō
khātō gayō jyāṁ ḍara ē ēnē, vikāsa ēnō tyāṁ aṭakī gayō
taiyārī nā hatī kōī sāmanānī, adīṭha vāyarāmāṁ ē jhūkī gayō
khīlatō hatō khūba prēmathī ē, jagatāpa nā ē sahana karī śakyō
āśānāṁ pāṁdaḍāṁ phūṭyāṁ nā phūṭyāṁ, paṁkhī ēnē tō caṇī gayō
aṁtaranī jhaṁkhanā gaī tyāṁ marī, chūpuṁ-chūpuṁ tō ē raḍī rahyō
hatō chōḍa ē tō kumalō, nā ēnē ē tō saṁbhālī śakyō
varasyō varasāda jyāṁ prabhunī kr̥pānō, pāchō ē tō khīlī gayō
pavananī lahērīē-lahērīē, jhūmatō ē tō thaī gayō
|
|