મળશે ના કોઈ માનવી, જાગી ના હોય કોઈ ને કોઈ આશા જીવનમાં
ગોત્યો ના મળશે કોઈ માનવી, થઈ હોય પૂરી આશા બધી જીવનમાં
કોઈ આશ છે નાની, કોઈ મોટી, જાગે આશ તો સહુના હૈયામાં
કોઈ થાય પૂરી, કોઈ રહે અધૂરી, પડે કોઈ તો છોડવી જીવનમાં
કોઈ લાવે નિરાશા, કોઈ જગાવે હતાશા, કોઈ લાવે પલટો જીવનમાં
જાગતા આશા, હિંમત જગાવે, તૂટતા તો તોડે શક્તિ જીવનમાં
શું પૈસામાં કે શું વ્યવહારમાં, કે શું જીવનમાં તો પ્યારમાં
જાગશે આશા, તૂટશે આશા, પથરાઈ છે જીવનના હર પાસામાં
નક્કી ના કહેવાય એ કરશે શું, કરશે ઊભો તો એ પળવારમાં
રાખશો મર્યાદિત, થાશે જલદી પૂરી, કરશે ઊભી બીજી એ આશા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)