Hymn No. 2456 | Date: 24-Apr-1990
|
|
Text Size |
 |
 |
છે કુદરત તો આ કેવી, છે ઋતુ તો જુદી, રહે ના એ એકસાથ મળે ક્યારે શિયાળે, ક્યારે ઉનાળે, વરસાવે ક્યારેક તો વરસાદ વૃત્તિઓ માનવમાં છે જુદી, પ્રગટે ના એ તો એકસાથ કદી જગાવે ક્રોધ, કદી જગાવે વૈર, કદી તો જગાવે પ્રેમભાવ નથી જમીન ભી એકસરખી, મળે ક્યાંય માટી, ક્યાંય રેતી, ક્યાંય પથરા મળી આવે ક્યાંય તો ખીણ, ક્યાંય તો પહાડ, ક્યાંય ખુલ્લા મેદાન છે આ બધું એક જ ધરતી પર, નથી બધું ક્યાંય એકસમાન આ જ ધરતી પર માનવ જન્મે ને વસે, નથી સ્વભાવ એકસમાન અસમાનતામાં ભી સમાનતા જે નિહાળે, છે એ તો બુદ્ધિમાન છે સર્વમાં તો પ્રભુ એકસરખો વ્યાપ્ત, છે સર્વમાં એ તો સમાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|